વિસનગર તાલુકાના તરભ ગામમાં શ્રી વાળીનાથ અખાડા ખાતે 900 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર આવેલ છે. પ્રથમ મહંત વિરમગીરી મહારાજે આ જગ્યા ના પાવન ભૂમીમાં રબારી સમાજોની ગુરુગાદીની સ્થાપના કરી હતી. મહેસાણા જિલ્લામાં વિસનગરના તરભમાં સમસ્ત માલધારી સમાજની ગુરુગાદી વાળીનાથ અખાડા ધામના મહંત શ્રી બળદેવગિરિજી મહારાજ બ્રહ્મલીન થયા છે જેને પગલે સમગ્ર માલધારી સમાજ, સંતો સહીત શ્રદ્ધાળુઓ શોકમાં છે.
તેમની તબિયત ખરાબ થતાં અમદાવાદ ખાતે સારવાર માટે લવાયા હતા. ત્યારબાદ તરખ પરત લવાયા હતા. બાપુ બ્રહ્મલીન થતાં જ અંતિમ દર્શન માટે સમાજના અગ્રણીઓ વાળીનાથ ખાતે દોડી આવ્યા હતા. આજે બાપુના દર્શને શોભાયાત્રા બાદ સાંજે સમાધિ અપાશે.
પીએમ મોદી, અમિત શાહ ,આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.