BREAKING

વાવડી ગામે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવેલ જવાનના સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.




આજ રોજ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વાવડી ગામે પરમાર અમિતભાઈ લાલજીભાઈ વિશાળ સંખ્યામાં રેલી યોજવામાં આવી હતી ગામના તેમજ આસપાસના વિસ્તારમાંથી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડયા હતાં અબીલ ગુલાલ ઉડાડી સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ અને ત્યાર બાદ સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાઠા પોલીસ અધિકારી તથા તાલુકા પંચાયત સદસ્ય સંજયભાઈ કંટારિયા તેમજ ગામના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો અને વડીલો દ્વારા જવાનનું સન્માન તેમજ આમંત્રિત મહેમાનો ને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો