BREAKING

કુંઢેલી પ્રાથમિકશાળા દ્વારા મિલેટ વર્ષ નિમિતે ધાન્ય વાનગીઓ ની હરીફાઈ ગોઠવવામાં આવી.



તારીખ 11 મી જુલાઈ 2023 આજરોજ કુંઢૈલી પ્રાથમિક શાળા ખાતે આઈ સી ડી એસ  કુંઢેલી સેજા દ્વારા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જાહેર કરેલ મિલેટ વર્ષ નિમિત્તે મીલેટ એટલે શ્રી ધાન્ય જેવાં કે બાજરી જુવાર રાગી કોદરો સામો રાજગરો વગેરે માંથી બનતી પરંપરાગત વાનગીઓની હરીફાઈ રાખવામાં આવેલ જેમાં સુપરવાઇઝર શ્રી તથા મેડિકલ ઓફિસર સરપંચ શ્રી તલાટી કમ મંત્રી શ્રી આંગણવાડી કાર્યકરો હેલ્પરો અને શાળાના સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવેલ કાર્યક્રમમાં આ અનાજ નું મહત્વ તેનું પોષણ મૂલ્ય તેના ફાયદા વગેરે બતાવેલ વિવિધ વાનગીઓ માંથી સૌથી શ્રેષ્ઠ વાનગીઓને ઇનામો આપી અને પ્રોત્સાહિત કરવામાં આવેલ આજના દોડધામ ભર્યા જીવનમાં જંક ફૂડ કે ફાસ્ટ ફૂડ ની જગ્યાએ આપણી પરંપરાગત પૌષ્ટિક અનાજની વાનગીઓનું અનેરુ મહત્વ છે તેની જાણકારી વાનગી બનાવવાની પદ્ધતિ વગેરે વિશે સૌ લાભાર્થી ગામજનો અને શાળાના બાળકોને જાણકારી આપવામાં આવી. આ તબક્કે આંગણવાડી કેન્દ્ર દ્વારા thr નું વિતરણ પણ કરવામાં આવેલ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો