BREAKING

શ્રી રંઘોળા કેન્દ્રવતી શાળાના શિક્ષકની બદલી થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા.






 શ્રી રંઘોળા કેન્દ્રવર્તી શાળા તા.ઉમરાળા જી.ભાવનગર માં ૨૪ વર્ષ જેટલી સુદિર્ઘ સેવા આપનાર શિક્ષક શ્રી લાલુભા ચુડાસમાની બદલી શિહોર તાલુકામાં ભોળાદ ગામે થતાં રંઘોળા શાળા પરિવાર અને ગામ પરિવાર સાથે જોડાયેલી અનેક યાદો તાજી થઈ રહી છે. એક આખી પેઢીનું ઘડતર જેમના હાથ નીચે થયું છે એ પેઢી અત્યારે વાલી તરીકે પોતાના બાળકને શાળાએ મૂકવા આવે છે ત્યારે એ વાલી શિક્ષકને પ્રણામ કરી પોતાના બાળકની સોપણી કરતા હોય છે આવા તો સંભારણા તાજા કરતા જાય છે. સમગ્ર રંઘોળા ગામ અને રંઘોળા પ્રાથમિક શાળા ને એક એવા ગુરુની ખોટ પડવા જઈ રહી છે, જેને આ ગામમાં  શિક્ષણ સાધના કરી છે એમના દરેક વિદ્યાર્થી પાસે કોઈને કોઈ સુખદ સંભારણું આ ગુરુજીનું પડ્યું છે પરંતુ રંઘોળા શાળા અને રંઘોળા ગામને એક મોટી શિક્ષણની ખોટ પડવા જઈ રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો