BREAKING

ગઢડા-ભાવનગર બસનો સમય ફેરફાર થતા મુસાફરોમાં રોષ રજૂઆત કરવામાં આવી.



ગઢડા ડેપો થી સાંજે ૫:૪૫ કલાકે ઉપડતી ગઢડા-ભાવનગર બસ જે વર્ષો જૂની લાઈન કહેવામાં આવે છે. જેમાં ગઢડાથી ભાવનગરના અપડાઉન કરતા મજુરો, રત્નકલાકારો, ગામડાથી ગઢડા શહેરમાં હટાણું કરવા આવતા રહીશો, નોકરિયાત વર્ગ વગેરે માટે છેલ્લી અને નિયમિત એક જીવાદોરી સમાન બસ છે. જે બસને છેલ્લા એક અઠવાડિયાથી અન્ય ફેરો આપવામાં આવ્યો હોય અને  તે બસ ફેરો મારીને ગઢડા ડેપોમાં  પરત આવતા અંદાજે સાંજે ૬.૩૦ કલાક જેવો સમય થઇ જાય છે. અને ગઢડા થી ભાવનગર જતા મુસાફરો માટે ભાવનગર પહોચતા અંદાજે ૯.૩૦ જેવો સમય લાગે છે અને વર્ષોથી મુસાફરી કરનાર મુસાફરોને ખુબ હાલાકીનો સામનો કરવો પડે છે. અને વર્ષોથી મુસાફરી કરનારા લોકોને આ જીવાદોરી સમાન બસ મોડી આવતા ખુબ જ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અથવા આ બસનો સમય યથાવત ન રહે તો સાંજે ૫.૦૦ કલાકે કે ૫.૩૦ કલાકે અલગથી બસ ફાળવવામાં આવે.જેના અનુંસંધાને સૌ અપડાઉન કરનારા મુસાફરો દ્વારા આજ રોજ લેખિત રજૂઆત કરવામાં આવી છે.જેનું વહેલી તકે યોગ્ય તાત્કાલીક નિરાકરણ ન આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો