ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલ ની સ્વાર્થ જેવા સંસ્થા દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓ વારંવાર કરવામાં આવતી હોય છે અને આ સંસ્થા દ્વારા ગરીબોને જીવન જરૂરીયાત ની ચીજ વસ્તુઓનું પણ વિતરણ સહિતની વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ સંસ્થાના કાર્યકરો સેવાભાવી અને પ્રેમાળ સ્વભાવના છે અને દર મહિને તેઓની એક અગત્યની બેઠકનો પણ આયોજન કરવામાં આવે છે અને સેવાકીય પ્રવૃતિઓ વિશે ચર્ચા વિચારણાઓ કરવામાં આવે છે તેવી જ રીતે આજે તળાજા તાલુકાના કુંઢેલી ગામની પ્રાથમિક શાળા ખાતે ની સ્વાર્થ સેવા સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટ્ટીની સૂચના અને માર્ગદર્શન મુજબ બાળકોને સ્વાદિષ્ટ નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અંદાજે 200 જેટલા બાળકોએ સ્વાદિષ્ટ નાસ્તાનો લાભ લીધો હતો
તેમજ આ પ્રાથમિક શાળામાં સીલીંગ ફેન પંખાની જરૂરિયાત હોવાના કારણે ત્રણ પંખા પણ અર્પણ કરવામાં આવ્યા હતા આ કામગીરીમાં ની સ્વાર્થ સેવા સંસ્થાના કાર્યકરો જોડાયા હતા અને તેઓને શાળાના સ્ટાફ દ્વારા સહકાર મળ્યો હતો


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો