BREAKING

મહુવાના લોંગડી ગામે સરકારી પડતર જગ્યા અને તળાવમા મામલતદાર- બગદાણા પીએસઆઈ એ પાડયો દરોડો

તસવીર- કલ્પેશ ધાપા સાથે રિપોર્ટ- મથુર ચૌહાણ.


૧૦ ટ્રેક્ટર. ૧ જેસીબી. ૧ ડમ્પર સહિત ઝડપી પાડતા ચકચાર  તમામ વાહનો બગદાણા પોલીસ સ્ટેશન લવાયા.



ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના લોંગડી ગામે સરકારી પડતર તળાવમાં  ગેરકાયદેસર ખનના મામલે  મહુવા મામલતદાર  ટીમ  અને બગદાણા પીએસઆઈ  સહીતે  ટીમે સંયુક્ત પાડ્યો  દરોડો. 

બગદાણા પોલીસ સ્ટેશન અને મામલતદાર  લોંગડી ગામના  સરકારી  તળાવ અને પડતર  જગ્યામાં ગેરકાયદેસર ખનન થતુ હોવાની ફરિયાદ મળતા   મહુવા મામલતદાર અને બગદાણા પોલીસ  સ્ટેશન ના પીએસઆઈ  સહિત પોલીસ સ્ટાફ અને મામલતદાર ઓફીસ ની સંયુક્ત ટીમ લોંગડી ગામે  ત્રાટકી હતી અને ગેરકાયદેસર માટી  ખનન કરતા  વાહનો જપ્ત કરેલ  વધુ વિગત મેળવાઇ રહી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો