BREAKING

ભાવનગર શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા આજે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા.


શહેર હોમગાર્ડ યુનિટ દ્વારા  આજે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયા જેમાં સ્ટાફ ઓફિસરશ્રી બી.એમ વ્હાણેચાનું સેવા નિવૃત થતા તેમને સન્માનિત કરી વિદાય આપવામાં આવી હતી, તેમજ તાજેતરમાં યોજાયેલ સાંસદ ખેલ મહાકુંભમાં સ્પર્ધામા વિશિષ્ટ દેખાવ કર્યો હોય તેવા રમતવીર હોમગાર્ડ જવાન અને મહિલાઓને મેડલ અને સન્માન પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ નવ નિયુક્ત ઓફિસર કમાન્ડિંગશ્રી વિક્રાંત ભટ્ટનો આવકાર કાર્યક્રમ યોજાયો. આ ત્રિવિધ કાર્યક્રમ માં ભાવનગર જિલ્લા  હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી શંભુસિંહ સરવૈયા, સ્ટાફ ઓફિસરશ્રી લાલજીભાઈ કોરડીયા, કંપની કમાન્ડરશ્રી કિરીટભાઈ જોષી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો