BREAKING

ગઢડા શહેરમાં મામલતદાર કચેરી વિસ્તારમાં કચરા -ગંદકીના સામ્રાજ્યની તસવીર કથા !!!

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં મામલતદાર કચેરી વિસ્તારમાં મસમોટા કચરાના ગંજ અને ગંદકીના સામ્રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે જોવાનું એ રહ્યું કે મામલતદાર કચેરી તેમજ આંગણવાડી કેન્દ્ર ની બાજુમાં મસમોટા કચરાના ગંજ અને ગંદકીને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે આવતા નાના બાળકોના પણ આરોગ્ય જોખમાય તો નવાઈ નહીં!!! ગઢડા નગરપાલિકા તંત્ર દ્વારા સ્વચ્છ ભારત મિશનને લઈ કરેલ કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. 
મામલતદાર કચેરી ગઢડા ખાતે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે તો બીજી બાજુ આંગણવાડી કેન્દ્રમાં નાના ભૂલકાઓ આવતા હોય છે જેને ગરમ નાસ્તો આહાર માટે આપવામાં આવતો હોય છે પરંતુ કચરાના ગંજ અને ગંદકી ને લઈ મોટા મચ્છરનો ઉપદ્રવ સતત વધતો હોય છે તો બાળકોના આરોગ્ય માં જોખમ પણ ઊભુ થાય તેવી પુરે પુરી શક્યતા રહે છે. વહેલી તકે આ કચરાના ઢગ અને ગંદકી દૂર કરવામાં આવે તેવી સ્થાનિકો માંગ ઉઠવા પામી છે


રિપોર્ટર - તૃપિક કાપડી
બોટાદ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો