BREAKING

ઘોઘાના નવનિયુક્ત PSI આર.બી.વાધિયાની જુસ્સા સાથે કામગીરી,ગુનાખોરો સામે કરી લાલ આંખ

ઘોઘા પોલીસ સ્ટેશનના નવ નિયુક્ત PSI આર.બી.વાધિયા પ્રોહીબિશન અને ગેરકાયદેસર પ્રવુતિને સદંતર બંધ કરાવવા એક્શન મોડમાં જોવાયા હતા.PSI રોહિત વાધિયા ખુદ રાઉન્ડમાં નીકળી બુટલેગરો તેમજ નશાખોરોને ઝડપી પાડયા હતા,નામચીન ગુનેગારોની ગુનાખોરી ઉપર કાબુ મેળવવા PSI વાધિયાએ અસરકારક કામગીરી કરી લોકોમાં પોલીસ પ્રત્યેની છાપ સુધરે અને પોલીસ વિભાગ પર લોકોનો વિશ્વાસ કાયમ રહે અને દરેકને ન્યાય મળે તેવા પ્રયત્નો શરુ કરી દીધા છે.
ઘોઘા પોલીસ મથકમાં નવનિયુક પી.એસ.આઈ તરીકે આર.બી.વાધિયા તેમની ટીમ સાથે એક્શન મોડમાં આવી ગયા છે. તેમણે ઘોઘા શહેર અને તાલુકામાં અલગ અલગ ટીમો બનાવી સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું અને ઘોઘા શહેર અને ગ્રામ્ય તેમજ તાલુકાના અલગ અલગ ગામોમાં દેશી દારૂનું વેચાણ કરતા 8 ઇસમો અને 2 મહિલા વિરુદ્ધ ગુન્હા નોંધી 23 લીટર દેશી દારૂ ઝડપી પાડેલ,તેમજ ઘોઘા શહેર તેમજ ગ્રામ્યના જુદા-જુદા રાજમાર્ગો પરથી ૧૪ નશાખોરોને ઝડપી પાડ્યા હતા.
ઝાંબાઝ અને કડક અધિકારી તરીકેની છાપ ધરાવતા ઘોઘા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પી.એસ.આઈ રોહિત વાધિયાએ સ્ટાફ સાથે જોમ જુસ્સા સાથે ધારદાર અને પ્રશન્સનીય કામગીરી કરી પોલીસની એક નવી પોઝિટિવ છાપ ઉભી કરવા શરૂઆત કરી છે.ખાસ કરીને વર્તમાન સ્થિતિમાં કાયદાના દાયરામાં રહી કડકાઈથી કામ કરી પોલીસ વિભાગ પર લોકોનો વિશ્વાસ કાયમ રહે અને દરેક નાગરિકોનો સાથ-સહકાર મેળવી સામાન્ય માણસને ન્યાય મળે તેવા પ્રયત્નો કર્યા છે,આમ નવનિયુક્ત PSI વાધિયા અને ટીમે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અસરકારક અને કડક કામગીરી શરુ કરતા બુટલેગરો,નશાખોરો,અસામાજિક અને લુખ્ખા તત્વો,તેમજ ગુનેગારોમાં ખડભળાટ સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
રિપોર્ટર નિતીન મેર
જી.એન ન્યુઝ ઘોઘા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો