BREAKING

સરિતા સોસાયટી માં હીરાના કારખાનાને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઇ.

ભાવનગર મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ભાવનગર શહેરની સરીતા સોસાયટી માં હીરાના કારખાનામાં ફાયરના સાધનો ન હોય સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ભાવનગર મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફાયર સેફ્ટીના મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જે બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવામાં આવ્યા હોય કે ફાયરનું એન.ઓ.સી લેવામાં ન આવ્યો હોય તેવા બિલ્ડિંગોમાં કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે ભાવનગર મહાનગરપાલિકા ફાયર વિભાગની ટીમ દ્વારા આજે ભાવનગર શહેરની સરિતા સોસાયટી શેરી નંબર 2 માં ફાયરસેફ્ટી મુદ્દે બિલ્ડિંગમાં સીલ મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ફાયર ના સાધનો વસાવી લેવા તેમજ ફાયર noc લેવા માટે ફાયર વિભાગ દ્વારા તાકીદ

ફાયર સેફટી ને લઈને ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ ભાવનગર શહેરમાં તે લોકોએ ફાયર સેફ્ટીના સાધનો વસાવ્યા નથી તેમજ ફાયરનો એન.ઓ.સી નિયમ અનુસાર લેવાનું હોય છે પરંતુ ઘણા મિલકત ધારકોએ ફાયરના એન.ઓ.સી લીધા જે તમામ મિલકત ધારકો સામે ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે જેથી ફાયર ના સાધનો તાત્કાલિક ધોરણે વસાવી લેવા અને નિયમ અનુસાર ફાયર એન.ઓ.સી લઈ લેવા માટે તાકીદ કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો