આજે ભાવનગર શહેરમાં કોરોનાના 2 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં એક પુરુષ અને એક સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જયારે ગ્રામ્યમાં 3 કોરોના રિપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાં 1 પરુષ અને 2 સ્ત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જયારે શહેરમાં એકનું મોત નીપજ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં 4 અને તાલુકાઓમાં 0 કેસ મળી કુલ 4 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ દર્દીને આજરોજ હોમ આઈસોલેશનમાં રહેવા માટે હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી.
શહેરમાં દર્દીની સંખ્યા ઘટીને 15 પર થઈ છે. જ્યારે ગ્રામ્યમાં 15 દર્દી મળી કુલ 30 એક્ટિવ કેસ થયા છે. ભાવનગર જિલ્લામાં નોંધાયેલા 29 હજાર 225 કેસ પૈકી હાલ 30 દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમાં જિલ્લામાં 358 દર્દીઓનું અવસાન થયું છે

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો