BREAKING

મહુવા જનરલ હોસ્પિટલ માંથી બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરનાર ઈસમ ઝડપાયો


ગત તારીખ 19 ફેબ્રુઆરી ના રોજ ધનાભાઈ ભલીયાએ મહુવા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેમની બે વર્ષની નાની દીકરી બીમાર પડતા તેને મહુવા જનરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવી હતી ત્યાંથી એક ઈસમ બાળકીને ઉઠાવી જવાનો પ્રયાસ કરેલ જોકે બાદમાં ત્યાંથી ભાગી ગયો હતો, જે અંગેની ફરિયાદ નોંધાતા ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઇ લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરતાં આ ગુનામાં સંડોવાયેલા આરોપી સુનિલ ઉર્ફે સન્ની મંગાભાઈ મહુવા સર્કિટ હાઉસ પાસેથી મળી આવ્યો હતો જેથી પોલીસે તેને ઝડપી લઇ મહુવા પોલીસને સોપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો