BREAKING

જયપુર અકસ્માત ના મૃતકોને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ


ગઈકાલે રાત્રે રાજસ્થાનના જયપુર નજીક ભાવનગરના પોલિસ વિભાગમાં કાર્યરત ૪ કર્મચારીઓના વાહનને અક્સ્માત થતાં ભાવનગર પોલિસ વિભાગના ચાર આશાસ્પદ અને યુવાન પોલીસકર્મીઓ શહીદ થયાં છે.પૂ મોરારીબાપુએ આ પોલિસ જવાનોનાં પરિવારજનો પ્રત્યે દિલસોજી વ્યક્ત કરી છે તથા તેમના પરિજનોને સાંત્વના પાઠવી.પુ બાપુએ દિવંગતોની શાંતી માટે પ્રાર્થના કરી.શ્રી હનુમાજી સૌના નિવૉણને દિવ્ય શાંતિ આપે.તમામ દિવંગતને તલગાજરડા તરફથી સાતંવ્ના રુપે 5-5 હજાર ની રાશિ મોકલવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો