ભાવનગર શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનના એક જમાદાર અને ત્રણ કોન્સ્ટેબલ સહિત 4 પોલીસકર્મી ચોરીના ગુનાની તપાસ માટે દિલ્હી ગયા હતા તે સમયે અને એક આરોપી સહિત કુલ પાંચ ના દિલ્હી-જયપુર હાઇવે પર અકસ્માતમાં મોત નિપજ્યાછે.
અકસ્માત અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના એક જમાદાર અને ૩ કોન્સ્ટેબલ સહિત ચાર પોલીસ કર્મીઓ ઘરફોડ ચોરીના કેસ અંગે તારીખ ૮મી ના રોજ દિલ્હી તપાસ અર્થે ગયા હતા અને એક આરોપીને લઈ પરત ભાવનગર આવી રહ્યા હતા તે દરમિયાન રાજસ્થાનના જયપુર નજીક શાહપુરા હાઇવે પર વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાંભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ભીખુભાઈ બુકેરા (કોન્સ્ટેબલ) શક્તિસિંહ ગોહિલ (કોન્સ્ટેબલ) મનસુખભાઈ બાલધિયા (હેડ કોન્સ્ટેબલ)અને ઇરફાનભાઈ અગવાન (કોન્સ્ટેબલ) નો સમાવેશ થાય છે.આ બનાવની જાણ થતાં ભાવનગર પોલીસ બેડામાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી છે. અકસ્માતના બનાવ અંગે રાજસ્થાનના ઝાંઝરુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
-શિવપ્રભુ સોસાયટી માં થયેલ ઘરફોડ ચોરીની તાપસ માટે દિલ્હી ગયા હતા.
ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનના તા.31 જાન્યુઆરી 22 ના રોજ ભરતનગર વિસ્તાર ના શિવપ્રભુ ફ્લેટમાં રૂ.48600 ના મુદામાલ ની ચોરી ની ફરિયાદ જયેશભાઇ ઉપેન્દ્રભાઈ પરમાર દ્વારા અજાણ્યા ઈસમ સામે નોંધવામાં આવી હતી, જે ફરિયાદની તપાસમાં ભરતનગર પોલીસના ભીખુભાઈ બુકેરા (કોન્સ્ટેબલ) શક્તિસિંહ ગોહિલ (કોન્સ્ટેબલ) મનસુખભાઈ બાલધિયા (હેડ કોન્સ્ટેબલ)અને ઇરફાનભાઈ અગવાન (કોન્સ્ટેબલ) ગયા હતા અને આરોપીને લઈને પરત આવી રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો હતો.
-ઘટનાના પગલે સીએમ સહિતે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.
ભાવનગર ના પોલીસ કર્મચારીઓના અકસ્માતના પગલે સમગ્ર ગુજરાતમાં પોલીસ બેડામાં દુઃખનો માહોલ છવાયો છે.બનાવને પગલે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને અશોક ગેહલોટ સહિતનાઓએ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો