ભાવનગર : ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મના વધામણાંના તહેવાર ક્રિસમસની ભાવનગર શહેર-જિલ્લામાં સાદગીભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. નાતાલ નિમિત્તે ચર્ચોમાં ખાસ મીડ પ્રેયર અને સવારે પ્રાર્થના સહિતના માત્ર ધાર્મિક કાર્યક્રમો જ ઉજવાયા હતા. ખ્રિસ્તી પરિવારો દ્વારા ચર્ચામાં એકઠા થઈ પ્રાર્થના કરી એક-બીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી.-
જિલ્લામાં આ સાલ ક્રિસમસની ઉજવણી સાદાઈથી જ કરવામાં આવી હતી. ક્રિસમસના તહેવારને લઈ ગિરજાઘરોના આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યા હતા. ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મની સ્મૃતિમાં મધરાત્રિના મીડ પ્રેયર કરવામાં આવી હતી. જ્યારે આજે સવારે પણ ક્રિશ્ચિયન પરિવારોએ ચર્ચમાં એકત્રિત થઈ પ્રાર્થના-ભજનનો કાર્યક્રમ યોજ્યો હતો. વિશ્વને ઓમિક્રોન, કોરોના મહામારીમાંથી મુક્તિ મળે અને વિશ્વામાં શાંતિ, એકલાસ જળવાઈ રહે તેવી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પ્રાર્થના કરવામાં આવી હતી. નાતાલ સાથે ન્યૂ યરની ઉજવણીનો પણ પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે આજે સવારથી જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રિસમસની શુભેચ્છાને લગતા મેસેજના ધોધ વહ્યાં હતા. તો શહેરના સર્કલો આસપાસ સાન્તાક્લોઝના કપડાં, કેપ, માસ્ક વગેરેએ બાળકોમાં આકર્ષણ જમાવ્યું હોય, સાંન્તાક્લોસના કોસ્ચ્યુમનું ધૂમ વેંચાણ થયું હતું.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો