સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટીમાં થયેલ ભરતી મામલે ઇ.સી. સભ્યોને અંધારામાં રાખી કરાઇ હોવા ઉપરાંત ડે.રજીસ્ટાર યુનિ.ની પ્રોપર્ટી વાપરતા હોવા અને રીએસેસમેન્ટમાં જ્ઞાાતિવાદના મુદ્દે આક્ષેપો સાથે ફરિયાદ થવા પામી હતી.
જેને લઇ શિક્ષણ વિભાગમાંથી નવવાડા અને અમદાવાદના એક એક પ્રતિનિધિ એમ બે સભ્યોની કમિટી આજે તપાસ અર્થે યુનિવર્સિટી આવી પહોંચી હતી અને સંબંધિત પત્રના વિવિધ મુદ્દા અંગે લાગતા વળગતા અધિકારીઓની પૃચ્છા કરાઇ હતી જે તપાસમાં ચાર ઇ.સી. સભ્યો હાજર રહી ભરતીનો સંપૂર્ણ એજન્ડા ઇ.સી.માં મુકાયા બાદ સર્વસંમતિથી કરાયો હોવાનું જણાયું હતું. તો ડે.રજીસ્ટાર પણ ભાડુ ચુકવીને પ્રોપર્ટીનો ઉપયોગ કરતા હોવાના ખુલાસા કર્યાં હતાં. જો કે, એક તબક્કે એવી પણ ચર્ચા હતી કે જે પત્ર કે રજૂઆત કરનારનો અતોપતો નથી કે નનામી અરજી છે તે નિયમ મુજબ દફતરે કરવાની હોય તેના બદલે સ્પે તપાસ કમિટી નીમી દેવાતા તંત્ર શું સાબિત કરવા માંગે છે?
તેવા પ્રશ્નો પણ ઉઠયા હતાં. જો કે, તપાસ દરમિયા જેટલા મુદ્દા ઉપસ્થિત થયા હતા તેના ખુલાસા અને આધારો વહિવટદારોએ રજૂ કર્યાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો