બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા શહેરના હાથીયાધાર વિસ્તારની પાછળના ભાગે શક્તિનગરમાં નિતાબેન જેન્તીભાઇ સરવૈયાને ધોળા દિવસે પુત્રની નજર સામે જાહેરમાં કેરોસીન છાંટી દઈ જીવતા સળગાવી દેતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
બનાવના પગલે ભોગ બનનાર પરિણીતાને ગંભીર હાલતે ભાવનગર સર ટી હોસ્પિટલ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ઉક્ત બનાવના પગલે ભોગ બનનાર નિતાબેન જેન્તીભાઈ સરવૈયાએ પાલીતાણા ટાઉન પોલીસ સમક્ષ તેની પાડોશમાં રહેતા સુરા વાલાભાઈ ભરવાડ, ધેલા વાલાભાઈ ભરવાડ, રાજુ ભકાભાઈ ભરવાડ, કરણ રાજુભાઈ ભરવાડ, સોનલબેન સુરાભાઈ ભરવાડ, શાંતુબેન રાજુભાઈ ભરવાડ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, સુરાએ તેણીને કહેલ કે, તે તારા ગલુડીયાનુ નામ મારા પત્ની સોનલબેનના નામ ઉપરથી સોનુ કેમ રાખેલ છે. તેમ કહી તેની સાથે ઝઘડો કરી ઘેલાએ કેરોસીન જેવો જવલ્લન પદાર્થ છાંટી દઈ સળગતી દીવાસળી તેની ઉપર ફેંકી સળગાવી દીધા સદર્ભે ફરીયાદ આપતા પાલીતાણા ટાઉન પોલીસે આઈપીસી. ૩૦૭, ૪૫૦, ૫૦૪, ૧૧૪ મુજબ ગુનો દાખલ કરી ગુનાના કામે ઘેલા વાલાભાઈ આલગોતર, સુરેશ વાલાભાઈ આલગોતર, રાજુ ભકાભાઈ કલાણીની ધરપકડ કરી લીધા બાદ જિલ્લા જેલ હવાલે કરી દીધા હતા.
દરમિયાન સર ટી હોસ્પિટલ સારવારમાં રહેલ નીતાબેન જેન્તીભાઈ સરવૈયાએ આજે શુક્રવારે હોસ્પિટલ બિછાને અંતીમ શ્વાસ લેતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો. જેના પગલે પાલીતાણા ટાઉન પોલીસે આઈપીસી. ૩૦૨નો ઉમેરો કરવાની તજવીજ હાથ ધરી હતી

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો