આ કેસમાં પહેલાં આકસ્મિક મૃત્યુની ફરિયાદ નોંધવામાં આવી હતી અને ડી.જી.પી.ના આદેશ બાદ તપાસના અંતે અપહરણ, બળાત્કાર અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. ૧-૪-૨૦૨૦ના રોજ કુલ ચારમાંથી બે આરોપીની તકફેણમાં પોલીસે સી-સમરી ફાઇલ કરી હતી અને કોર્ટે તે જ દિવસે સી-સમરી સ્વીકારી હતી. જેમાં સી-સમરી સ્વીકારવા અંગે ફરિયાદીને કોઇ વાંધો ન હોવાનું નોંધવામાં આવ્યું હતું.
આ આદેશ સામે હાઇકોર્ટમાં કરાયેલી પિટિશનમાં યુવતીના પરિવારજનોની રજૂઆત છે કે બે આરોપીઓ સામે સી-સમરી ફાઇલ થઇ તે દિવસે મૂળ ફરિયાદી કોર્ટમાં હાજર હતા પરંતુ તેમની મંજૂરી નોંધી સી-સમરી સ્વીકારતો આદેશ કરાયો હતો. તેમને સાંભળવાની તક અપાઇ નહોતી અને કારણ પણ નોંધવામા આવ્યા નહોતા, તેથી આ બાબત કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૃદ્ધ છે. જેથી કોર્ટે નોંધ્યું હતું કે આ કેસમાં ફરિયાદી માત્ર માહિતી આપનારી વ્યક્તિ છે. મોડાસા તાલુકામાં ૧૯ વર્ષની દલિત યુવતીના અપહરણ, બળાત્કાર અને હત્યા કેસમાં આરોપીઓની તરફેણના સી-સમરી રિપોર્ટનો સ્વીકાર કરતા મોડાસાની ટ્રાયલ કોર્ટના આદેશને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે.
આ કેસના પીડિત એટલે કે મૃતક યુવતીના પરિવારજનોને પણ સી-સમરી પર સુનાવણી કરતા સમયે નોટિસ પાઠવવાની જરૂર હતી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો