BREAKING

વલભીપુર નગરપાલિકાના સફાઇ કામદારો છેલ્લા ચાર દિવસથી ઉપવાસ ઉપર, આજે ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું.



વલભીપુર નગરપાલિકાના સફાઇ કામદારો છેલ્લા ચાર દિવસના ઉપવાસ આંદોલન કરી રહ્યા છે,સફાઈ કામદારોના  વેતન વધારા સહિતના મુદ્દે તેઓ છેલ્લા ચાર દિવસથી ઉપવાસ પર છે.
જો કે આંધળા બહેરા તંત્રના ધ્યાને સફાઈ કામદારો નું આ ઉપવાસ આંદોલન આવતું નથી, સફાઈ કામદારોને છેલ્લા ત્રણ મહિનાનો પગાર પણ  મળેલ નથી ત્યારે આ સફાઈ કામદારો ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે.  
સફાઇ કામદારો દ્વારા ઉપવાસ આંદોલનના ભાગ રૂપે આજે   ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો