BREAKING

ગઢડા તાલુકાના માંડવધાર ગામે કોંગ્રેસનું સંમેલન મળ્યું હતું જેમાં ગામમાં અનુ.જાતિના લોકો સાથે દુકાનોમાં છત- અછત રખાતી હોવાની ફરિયાદ, માંડવધારમાં કોંગ્રેસ સંમેલન બાદ ધારાસભ્યો, આગેવાનો બજારમાં દુકાને-દુકાને ફર્યાં : પોલીસ બંદોબસ્ત જાળવાયો.

ભાવનગર : ગઢડા તાલુકાના માંડવધાર ગામે કોંગ્રેસનું સંમેલન મળ્યું હતું જેમાં ગામમાં અનુ.જાતિના લોકો સાથે દુકાનોમાં છત- અછત રખાતી હોવાની ફરિયાદ ઉઠતા ધારાસભ્યો, આગેવાનો સહિતના દુકાને-દુકાને ફર્યાં હતાં. દરમિયાન કોલ્ડ્રીંક્સ અને પાઉભાજીની દુકાન ધરાવતા બે વેપારી ભેદભાવ રાખતા હોવાનું સામે આવતા પોલીસે ફરિયાદી બની ગુનો દાખલ કરાવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ગઢડા તાલુકાના માંડવધાર ગામે ગઇકાલે કોંગ્રેસનું એકતા સંમેલન મળ્યું હતું જેમાં વડગામ, ચોટીલા, ધંધુકા, જસદણના ધારાસભ્યો, બોટાદના આગેવાનો સહિતનાની ઉપસ્થિતિમાં માંડવધારના ભાવેશભાઇ વાઘેલા અને અશ્વીનભાઇ મેરીયાએ રજૂઆત કરી હતી. કે, માંડવધાર ગામના અમુક દુકાનદારો ભેદભાવ રાખી રહ્યાં છે જે ફરિયાદને લઇ ધારાસભ્યો, આગેવાનો સહિતા માંડવધારની બજારમાં દોડી ગયા હતાં તે વેળાએ ગઢડા પોલીસે બંદોબસ્ત જાળવ્યો હતો.

તે દરમિયાન કોલ્ડ્રીંક્સની દુકાન ધરાવતા રજની નિર્મળભાઇ નિમ્બાર્કની પુછપરછ કરતા તેણે ગામલોકોને કાચના ગ્લાસમાં જ્યારે અન્ય લોકોને પ્લાસ્ટીકના ગ્લાસમાં સોડા આપતા હોવાની જ્યારે પાઉભાજીની લારી ધરાવતા ઉદયલાલ નંદલાલ સેનની પુછપરછ કરતા તેણે અનુ.જાતિના લોકોને પાર્સલમાં ભાજી આપતો હોવાની કબુલાત આપતા ઉક્ત બન્ને વેપારી છુત-અછુતનો ભેદભાવ રાખતા હોવાનું સામે આવ્યું હતું જેને લઇ ગઢડા પોલીસ મથકના લોકરક્ષક રોહિતભાઇ નાથાભાઇ ઝાલાએ ફરિયાદ આપતા પોલીસે આઇપીસી ૧૧૪ તેમજ અનુસૂચિત જાતિ અને અનુ.જન જાતિ પ્રતિબંધિત અધિનિયમ તળે ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો