BREAKING

આજે ગુજરાત જાહેર સેવા આયોગની વર્ગ-1-2 ની પ્રિલીમનરી પરીક્ષા યોજાશે.બે સેશનમાં ભાવનગરના 39 કેન્દ્રો પર 9295 ઉમેદવારો ઓ.એમ.આરથી પરીક્ષા આપશે.

ભાવનગર : ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧, ૨ ન.પા. મુખ્ય અધિકારી વર્ગ-૨ની પ્રીલીમનરી પરીક્ષા તા.૨૬મીના રોજ યોજાના રછે. જેની બેઠક વ્યવસ્થા ડીઇઓ કચેરી દ્વારા કરાઇ છે. જેમાં ૯૨૯૫ ઉમેદવાર શહેરના ૩૯ કેન્દ્રો પર આ પરીક્ષા આપશે. જેની સુરક્ષા માટે સઘન કાર્યવાહી હાથ ધરાઇ છે.


ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને ૨, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની પ્રીલીમીનરી પરીક્ષા ભાવનગર જિલ્લામા આગામી તા.૨૬/૧૨ ના રોજ યોજાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે છે.જિલ્લાના કુલ ૯૨૯૫ ઉમેદવારો આ પરીક્ષા આપનાર છે. જે ૩૯ કેન્દ્રોના ૩૯૦ બ્લોકમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઇ છે. પ્રથમ સેશન ૧૦ થી ૧ - ૨૦૦ ગુણ અને બીજી સેશન ૩ થી ૬ - ૨૦૦ ગુણની રહેશે. સંપૂર્ણ પરીક્ષા ઓમ.એમ.આર. પધ્ધતિથી યોજાશે. આ ઉપરાંત પરીક્ષાની સુરક્ષા માટે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાની સાથે તકેદારી આયોગના અધિકારી, આયોગના પ્રતિનિધિ તેમજ ઓબ્ઝર્વરની ટીમનું સતત મોનીટરીંગ રહેશે. જ્યારે તમામ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.

પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રીજયામાં ઝેરોક્ષ, ફેક્સ, સ્કેનર મશીનના ઉપયોગ પર તેમજ પરીક્ષા કેન્દ્રની ૧૦૦ મીટરની ત્રીજયામાં મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડવાજા વિગેરે ધ્વનિવર્ધક સાધનોના ઉપયોગ પર તથા ૨૦૦ મીટરની ત્રીજયામાં ૪ કે તેથી વધુ માણસોના એકઠા થવા પર તેમજ પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેઝેટ લઇ જવા પર અને તેના ઉપયોગ પર તથા પરિક્ષા કેન્દ્રમાં કોઈ અનઅધિકૃત વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો