BREAKING

કાળિયાર હરણના શિકાર પ્રકરણે 11 દિવસમાં વધુ 2 શખ્સો પકડાયા.

ભાવનગર : કાળાતળાવ રેવન્યુ વિસ્તારમાં વોચ દરમિયાન શેડયુલ-૧ના પ્રાણી કાળીયારનો શિકાર કરતા મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લેવાયા હતાં જેની તપાસ દરમિયાન વધુ નામો ખુલતા સઘન પેટ્રોલીંગ અને તપાસ દરમિયાન ૧૧ દિવસ ભાવનગરના વધુ બે શખ્સો ઝડપાઇ ગયા હતાં અને તેના એક દિવસના રિમાન્ડ દરમિયાન મુદ્દામાલ સહિતની વિગતો એકત્ર કરાઇ હતી.

કાળાતળાવ રેવન્યુ વિસ્તારમાંથી 2 શિકારી ઝડપાયા  બાદ.એક દિવસના રિમાન્ડ દરમિયાન વિવિધ શિકારના સ્થળો પરથી ખોપરી અને અસ્થિ સહિતના અવશેષ કબ્જે કરાયા.



શિકારની માહિતીના આધારે તપાસ હાથ ધરતા મુદ્દામાલ (કાળીયારના માસનો ચામડીથી છુટ્ટો પાડેલો ટુકડાઓનો જથ્થો) સાથે બુધાભાઈ ગોબરભાઈ વેગડ (કાળાતળાવ), જાવેદખાન દિલાવરખાન પઠાણ (ભાવનગર)ને ઝડપી પાડી તેમની વિરૂદ્ધ તા.૦૩-૧૨ના રોજ રેન્જ ગુન્હા નં.૦૫/૨૦૨૧થી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ-૧૯૭૨ની કલમ - ર (૨), (૪), (૧૪), (૧૬)એ, બી (૨૦), (૩૩), (૩૬), કલમ-૯, ૩૯, (૧), બી, ડી (ર), (૩) સી તથા કલમ ૪૮, ૪૯, ૫૦, ૫૧, પર અને ૫૫ મુજબ ગુન્હો નોંધવામાં આવેલ.
અને આ ગુન્હાકામના ઉપરોકત આરોપીઓને ફસ્ટ કલાસ મેજીસ્ટ્રેટ જયુડીશ્યલ, વલ્લભીપુરની કોર્ટમાં રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા તેઓને જિલ્લા જેલ હવાલે કરવામાં આવેલ.

આ આરોપીઓને ફર્સ્ટ કલાસ મેજીસ્ટ્રેટ જયુડીશ્યલ, વલ્લભીપુરની કોર્ટમાં રજૂ કરતા દિન-૧ના રીમાન્ડ મંજૂર કરવામાં આવેલ અને આ તપાસ દરમ્યાન આ ગુના કામમાં વન્યપ્રાણી કાળીયારના શિકારમાં વપરાયેલ છરી નંગ-ર, છરીને ધાર કાઢવાની હેમરી નંગ-૧ તથા જુદા - જુદા શિકાર કરેલા સ્થળોએથી વન્યપ્રાણીઓના ખોપરીનો ભાગ તથા હાડકાના ટુકડાઓ ધોરણસર તપાસના કામે કબ્જે કરવામાં આવેલ છે અને આ ગુના અંગેની વધુ તપાસ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડી. જી. ગઢવી ચલાવી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો