ભાવનગર શહેરનાં બોરતળાવમાં એક યુવાનની લાશ મળી આવી,
ભાવનગર શહેરના ગૌરીશંકર બોરતળાવમાં આજે વહેલી સવારે એક યુવાનની લાશ તરતી હોવાનું જોવા મળતાં સ્થાનિક લોકો દ્વારા ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચીને લાશને બહાર કાઢવામાં આવી હતી, બાદ ડી.ડિવિઝન પોલીસ દ્વારા યુવાન અંગેની ઓળખની તપાસ કરાતા યુવાન પાસેથી મળી આવેલ આધારકાર્ડમાં યુવાનનું નામ મનોજ ભાઈ સોલંકી રહે. મહુવા નુતનનગર ચામુંડા નિવાસ ભાવનગરનો હોવાનું જાણવા મળ્યું છે, બોરતળાવનાં સિક્યોરિટી ગાર્ડ દ્વારા જાણવા મળતી વિગત મુજબ યુવાન બે દિવસ પહેલા તળાવમાં પડયો હોવાનું જણાવ્યું હતું, યુવાન પાસેથી એક મોટી બેગ પણ મળી આવી છે જેમાં યુવાનનો પાસપોર્ટ સહિત અન્ય ડોક્યુમેન્ટ તેમજ અન્ય કપડાઓ મળી આવ્યા હતા, બનાવને લઇને ડી.ડિવિઝન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે, હાલ યુવાનનું આત્મહત્યા અંગેનું કારણ જાણવા મળેલ નથી પોલીસ તપાસ બાદ જ યુવાનું રહસ્યમય મોત અંગેનું કારણ જાણવા મળશે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો