BREAKING

ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને કુકડ ક્લસ્ટરના સીઆરસી કો-ઓર્ડીનેટર જયપાલસિંહ ગોહિલનો આજે જન્મદિવસ

ઘોઘા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અને કુકડ ક્લસ્ટરના સીઆરસી કો-ઓર્ડીનેટર એવા જયપાલસિંહ દિલુભા ગોહિલનો આજે ૨-ઓક્ટોબરને ગાંધી જયંતિના દિવસે જન્મદિવસ છે,ગાંધીજીના વિચારસરણી મુજબ જયપાલસિંહ ગોહિલ ઘોઘા તાલુકાના પ્રાથમિક શિક્ષકોનો હક, ફરજ અને ન્યાય માટે સતત અગ્રેસર રહી ને તાલુકાના શિક્ષકોના પ્રશ્નોને સતત વાંચા આપતા રહ્યા છે.
કુકડ ક્લસ્ટરના સીઆરસી તરીકે કાર્ય કરી પ્રાથમિક શાળાને સતત પ્રોત્સાહિત કરી શાળામાં અભ્યાસ કરતા કુકડ ક્લસ્ટરના બાળકોને જિલ્લા અને રાજ્ય સુધી અનેક કાર્યક્રમમાં પ્રતિનિધિત્વ કરાવી વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સતત માર્ગદર્શન આપ્યું છે,
ત્યારે આજરોજ જયપાલ સિંહ ગોહિલને તેમના જન્મદિવસ નિમિત્તે ઘોઘા તાલુકાના તમામ પ્રાથમિક શિક્ષકો તેમજ કુકડ ક્લસ્ટરના તમામ શિક્ષકો,ક્ષત્રિય સમાજ તેમજ અવાણીયા ગામના લોકો તેમજ પરિવારજનો આનંદની લાગણી અનુભવીને જયપાલસિંહ ગોહિલને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.

4 ટિપ્પણીઓ: