ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ના પગલે ભાવનગરમાં પણ તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આજે ભાવનગરમાં એક એનડીઆરએફની ટીમે તૈનાત કરી દેવામાં આવી છે અને આ ટીમ ભાવનગર ખાતે સ્ટેન્ડબાય રહેશે અને કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે આ ટીમ ને તાકીદે રવાના કરવામાં આવશે.
હવામાન ખાતાની ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે જામનગર અને રાજકોટ માં મેઘરાજાએ કહેર મચાવ્યો છે તેવી પરિસ્થિતિનું નિર્માણ ભાવનગર જિલ્લામાં પણ થઇ શકે તેવી હવામાન ખાતાની આગાહી છે. જેના પગલે તંત્ર દ્વારા તમામ પ્રકારના તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે, ભાવનગર તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે એક એનડીઆરએફની ટીમને બોલાવી લેવામાં આવી છે. આ એનડીઆરએફની ટીમ ભાવનગર ખાતે આવી પહોંચી છે અને તેને ભાવનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ અમે તંત્રના સંકલનમાં રહેશે હાલ તેને માજીરાજ ગેસ્ટ હાઉસ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. ભારે વરસાદ ના પગલે કોઇ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો આવા સંજોગોમાં તાત્કાલિક જિલ્લામાં કોઈપણ જગ્યાએ પહોંચી શકે તે તમામ પ્રકારની વ્યવસ્થાઓ સાથે આ ટીમ અહીંયા તહેનાત કરવામાં આવી છે.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો