BREAKING

ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાંથી દેહ વ્યાપારનો કારોબાર કરતી બે મહિલા ઝડપાઇ,પી.આઇ દિપક મિશ્રા અને સ્ટાફની નોંધપાત્ર કામગીરી,ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબ ગુન્હો નોંધાયો..


ભાવનગર શહેર ના કુંભારવાડા વિસ્તારમાંથી દેહ વ્યાપારનો કારોબાર ચલાવતી બે મહિલાઓ ને રંગેહાથ ઝડપી લઈ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એકટ હેઠળ પીઆઇ ડી.એમ.મિશ્રા એ સરકાર તરફે ફરિયાદી બની બોરતળાવ પોલીસ સ્ટેશનમા ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.
ભાવનગર શહેર અને જીલ્લામા દેહ વ્યાપારના કારોબારની ઉઠવા પામેલ ફરિયાદો સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક સફિન હસન તરફથી મળેલ સૂચના અને માહિતીના આધારે ગત રાત્રે હાથ ધરવામા આવેલ કામગીરી મૂજબ સૂત્રો દ્વારા મળેલ ખાનગી માહિતી અનુસાર શહેર ના કુંભારવાડા વિસ્તારમાં આર્થિક ફાયદા સારુ બહારથી છોકરીઓ બોલાવીને ગ્રાહકો બોલાવી મજબુર યુવતિઓ પાસે દેહ વ્યાપાર કરાવી અનૈતિક શરીર સંબંધ માણવા દેવાના બદલામાં મોટી રકમ પડાવતા હોવાની મળેલ બાતમી મુજબ વિવાદીત સ્થળ કુંભારવાડા મફતનગર નવી મીલ ની ચાલી નદી વિસ્તારના ઘરે ડમી ગ્રાહક મોકલી નિયત રકમ નો સોદો કરી ઇશારો મળતા જ રેડ કરતા સ્થળ ઉપર થી ડમી ગ્રાહક સાથે મળી આવેલ હાજર છોકરી પલ્લવી ઉર્ફે સંતોષી રાકેશ કટારા ઉવ 20 
રહે.અશેલા,ડુંગરપુર,રાજસ્થાન ને પકડી પાડતા પોતાને સુરતથી દલાલે અહિયા સંપર્ક કરાવી ધંધો કરવા મોકલાવેલ હોવાનુ જણાવતા ઘર માં હાજર બે મહિલા અસ્મા ઉર્ફે માખી વા/ઓ ઇમરાન કુરેશી,ઉવ.29,રહે. બનાવ ના સ્થળે. અને વહિદા વા/ઓ અલાઉદિન દસાડિયા,ઉ.50 રહે મોંઘીબાની જગ્યા પાસે,ખાટકીવાસ શિહોરને દેહ વ્યાપારનો ધંધો કરાવતા રંગે હાથ ઝડપી લઈ ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. 
જ્યારે છોકરીઓ સપ્લાય કરનાર દલાલ સુરેશભાઇ રહે સુરત ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરેલ છે.
આ સમગ્ર કામગીરી માં પીઆઈ દિપક મિશ્રા સાથે અલ્ફાઝ વોરા,નિતાબેન વાળા,રુપલબેન સેંતા,ચંપાબેન મકવાણા,ગીતાબેન કાચા,મહેશ્વરીબા જાડેજા અને ઉષાબેન જાની સહિતના એ જોડાઇ ને કામગીરી પાર પાડી હતી.
આ અંગે બોરતળાવ પોલિસ સ્ટેશનમાં સીઆરપીસી 157 ની વિવિધ પેટા કલમ હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો