ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના માંગુકા ગામે મોડીરાત્રે હત્યાનો બનાવ બન્યો હતો.આ બનાવની મળતી વિગત અનુસાર ગત મોડી રાત્રે માંગુકા ગામે રહેતા એક આધેડ વયના પતિએ પોતાની જ પત્ની ને રાત્રે સુતા હતા ત્યારે કોઈ કારણોસર આડેધડ છરીના ઘા માર્યા હતા.ઘટનાની આસ-પાડોશીને જાણ થતાં મહિલાને સારવારઅર્થે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા,જ્યાં ફરજ પરના તબીબ દ્વારા મહિલાને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા
ગારીયાધાર પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પતિને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો