તા. ૧૪/૦૯/૨૦૨૧ ને મંગળવારના રોજ ભક્તરાજ દાદા ખાચર વિનયન અને વાણિજ્ય કૉલેજ ગઢડા (સ્વા.) ખાતે હિન્દી વિભાગ દ્વારા ૧૪મી સપ્ટેમ્બર હિન્દી-દિવસની ઉજવણી ના ભાગ રૂપે “હિન્દી સાહિત્યકાર ઔર ઉનકા સાહિત્ય” વિષય પર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં કૉલેજના આચાર્ય ડૉ. હિંમતભાઈ સેંજળિયા, ઇતિહાસ વિભાગના અધ્યક્ષ ડૉ. રાજેશભાઇ કોઠારી, ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. વિરેનકુમાર પંડયા, અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડૉ. ભાવદીપભાઈ ચાવડા, સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. મહેશ્વરીબેન રવિયા, સંસ્કૃત વિભાગના અધ્યક્ષ ડૉ. હિતેશભાઈ કુબાવત હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. વિષ્ણુભાઈ જોગરાણા કોમર્સ વિભાગના અધ્યક્ષ ડૉ. તેજસકુમાર ગાંધી તેમજ શ્રી ભાવેશભાઈ જાપડીયા વગેરે અધ્યાપકશ્રી હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત એસ.વાય.બી.કોમ.ની વિધ્યાર્થીની બહેન પરમાર રિદ્ધિ દ્વારા પ્રાર્થના થી કરવામાં આવી હતી. કૉલેજના આચાર્યશ્રી ડૉ. હિંમતભાઈ સેંજળિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું અને હિન્દી વિષયનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. વિષ્ણુભાઈ જોગરાણા દ્વારા ૧૪મી સપ્ટેમ્બર અને હિન્દી દિવસનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. એસ.વાય.બી.કોમ.ની વિધ્યાર્થીની બહેન કુશવાહા શિવની અને ટી.વાય.બી.એ.ની વિધ્યાર્થીની બહેન તલસાણીયા રીના દ્વારા “હિન્દી ભાષાનું મહત્વ” વિષય પર સ્પીચ આપી હતી.
એસ.વાય.બી.કોમ.ની વિધ્યાર્થીની બહેન પીપળીયા કોમલ દ્વારા પ્રેમચંદનો સાહિત્યિક પરિચય આપવામાં આવ્યો હતો. તથા પીપળીયા કિંજલ દ્વારા મૈથિલીશરણ ગુપ્તનો સાહિત્યિક પરિચય આપવામાં આવ્યો હતો. અને ટી.વાય.બી.એ.ની વિધ્યાર્થીની બહેન દવે દિવ્યા દ્વારા ફણીશ્વરનાથ રેણુનો સાહિત્યિક પરિચય આપવામાં આવ્યો હતો. બહેન કંડોળિયા જાનવી દ્વારા મીરાંબાઈનો સાહિત્યિક પરિચય આપવામાં આવ્યો હતો. તથા તુવર નેહા દ્વારા કબીરના દોહાનુ ગાયન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટી.વાય.બી.એ.ની વિધ્યાર્થીની બહેન ગોસ્વામી અંકિતા દ્વારા કરવામાં આવ્યું હતું. તથા આભરવિધિ ટી.વાય.બી.એ.ના વિધ્યાર્થી જેબલિયા મહાવીર દ્વારા કરવામાં આવી હતી. હિન્દી ભાષાના પ્રચાર-પ્રસાર અને વિકાસ માટે સમગ્ર કાર્યક્રમ હિન્દી ભાષામાં થયો હતો. આ કાર્યક્રમમાં કૉલેજના વિધ્યાર્થી ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. વિધ્યાર્થીઓ અને અધ્યાપકોના સહિયારા પ્રયાસથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો