BREAKING

વલ્લભીપુર તાલુકાના દરેડ ગામે માથા વગર ની લાશ મળી


તસ્વીર-હેમંત ડાભી

ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના દરેડ ગામે આજે અવાવરૂ જગ્યા માંથી એક માથા વગરની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અવાવરું જગ્યામાં માથા વગરની લાશ પડી હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં પોલીસને જાણ કરવામાં આવી, જેના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો અને લાશનો કબજો મેળવી લાશને પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો