BREAKING

બરવાળા તાલુકા કોંગ્રેસ સમિતિની આજ રોજ રોજીત ગામે મનહર પટેલની ઉપસ્થિતી મા કાર્યક્રમ કરવામાં આવ્યો


કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં અને ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પક્ષ તરફથી જન સંપર્ક માટે બોટાદ જિલ્લાની મુલાકાતે પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનહરભાઈ પટેલ

કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી કાયદા બનાવેલ હોય તેનો વિરોધ ખેડૂતો તરફથી દિલ્હીમાં થઇ રહેલ છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી ખેડૂત વિરોધી કાયદા રદ કરવા માટે અને ખેડૂતોને સમર્થન આપવા માટે લોકો સુધી પહોંચવાનો જનસંપર્ક નો કાર્યક્રમ કોંગ્રેસ પક્ષ તરફથી કરવામાં આવેલ છે ત્યારે આજ રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મનહરભાઈ પટેલ દ્વારા બરવાળા તાલુકાના રોજીદ તથા નવા નાવડા ગામની મુલાકાત લેવામાં આવી હતી અને આ કૃષિ કાયદાનો વિરોધ અંગે લોકોનો સંપર્ક કરી સમજાવવામાં આવ્યા હતા

તેમજ આગામી સ્વરાજની ચૂંટણી ના અંતર્ગત ઉમેદવારની પસંદગી માટે પણ આયોજન કરવામાં આવેલ હતું આ પ્રસંગે મનહર પટેલ ને પૂછતા તેઓએ જણાવેલ કે કોંગ્રેસ પક્ષની વિચારધારાને સંપૂર્ણ રીતે માનવાવાળા વ્યક્તિને આગામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો