BREAKING

ભાવનગર જિલ્લામાં સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવતા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા.



ભાવનગર જિલ્લાના ખેડૂતોને દિવસે પણ વીજળી મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા તાજેતરમા શરૂ કરવામા આવેલ “કિસાન સુર્યોદય યોજના”નો જિલ્લા વ્યાપી પ્રારંભ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા આજે ઘોઘા તાલુકાના મોરચંદ ગામેથી કરાવાયો હતો.



ખેડુતોને દિવસે વીજળી પુરી પાડવા ગુજરાત સરકાર દ્વારા એક નવીન અભીગમ અપનાવી “કિસાન સુર્યોદય યોજના” અમલમા મુકવામા આવી. જે યોજના હેઠળ કૃષિ ક્ષેત્રે દિવસ દરમ્યાન સવારના ૫:૦૦ થી રાત્રીના ૯:૦૦ વાગ્યા સુધી વીજ પુરવઠો આપવામા આવશે. આ યોજના થકી ખેડુતોને દિવસે વીજ પુરવઠો મળવાથી રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય અને તાઢ, તાપ જેવી મુશ્કેલીઓથી કાયમ મુક્તિ મળશે, આ યોજનનો જિલ્લા વ્યાપી આજે ભુપેન્દ્રસિંહ ચુડાસમા ના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.



આ યોજના હેઠળ પ્રથમ તબક્કામા ભાવનગર જિલ્લાના ૧૧૫ ગામો તથા ઘોઘા તાલુકાના ૧૯ ગામોને હવે દિવસે પણ વીજળીનો લાભ મળશે. ભાવનગર એ ગીરનો પાડોશી જિલ્લો હોય અહી અવાર નવાર હિંસક પ્રાણીઓ આવી જતા અને સતત એ રાની પશુના હુમલાનો ભય રહેતો. પરંતુ હવે દિવસે વીજળી મળતા ખેડૂતોને રાત ઉજાગરા બંધ થશે અને રાની પશુઓના ભયથી ખેડૂતો મુક્ત થશે. આ પ્રસંગે એ.પી.એમ.સી. ડે ચેરમેન છોટુભા, પી.જી.વી.સી.એલ. મુખ્ય ઇજનેર, મદદનિશ કલેકટર, ભાજપ જિલ્લા અધ્યક્ષ મુકેશભાઇ લંગાળીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો