કેન્દ્ર સરકારે જાહેર કરેલા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્લીમાં વિવિધ રાજ્યોના ખેડૂતો દ્વારા ભારે પ્રદર્શન બાદ આજે ભારત બંધના આપેલા એલાનને ભાવનગર માં નિષ્ફળતા મળી છે.જિલ્લા કલેકટર દ્વારા કલમ 144 અમલી બનાવી દઈ તેમજ મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ખડકી દઈ ખેડૂતો ના સમર્થનમાં ઉતરેલા કોંગ્રેસ,આમઆદમી પાર્ટી અને સી.પી.એમ સહિતના કાર્યકરો અને ખેડૂતો ની પોલીસે અટકાયત કરી હતી.જ્યારે ખેડૂતો ના હબ સમાન માર્કેટિંગ યાર્ડ યથાવત શરૂ રહ્યું હતું.
બંધન એલનમાં ક્યાં ક્યાં સંગઠનો જોડાયા.
આજે ભાવનગરના ઘોઘાગેટ ખાતે સવારે ભારત બંધના ખેડૂતોના એલાન ના સમર્થનમાં કોંગ્રેસ,આમઆદમી પાર્ટી અને સી.પી.એમ સહિતના રાજકીય પક્ષોના કાર્યકરો એકઠા થયા હતા.હજુ આ તમામ લોકો વિરોધ પ્રદર્શન કરે તે પહેલાં જ પોલીસે તમામની અટકાયત કરી હતી.આ વિરોધ પ્રદર્શનમાં તળાજાના કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિતના 30 જેટલા લોકોની પોલીસે અટકાયત કરી હતી.
પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.
આજે બંધના એલાન ને નિષ્ફળ બનાવવા ગત રાત્રીથી જ પોલીસ એક્શન માં આવી હતી અને વહેલી સવારથી વિરોધ પ્રદર્શન માં સક્રિય બની શકે તેવા સ્થાનિક નેતાઓના ઘરે પોલીસ કાફલો પહોચ્યો હતો અને તમામ પર ખાસ નજર રાખી હતી.જ્યારે બજારો માં બંધની કોઈ અસર જોવા મળી ન હતી તેમજ ખેડૂતો ના હબ એવા માર્કેટિંગ યાર્ડ પણ કાર્યરત રહ્યું હતું.જ્યારે બંધના એલાનને પોલીસની સતર્કતા ના કારણે નિષ્ફળ રહ્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો