સોલાર પાવર પોલિસી આગામી પાંચ વર્ષ સુધી અમલી રહેશે. આ પોલિસીને કારણે ગુજરાતના નાના અને મોટા ઉદ્યોગકારોને ખૂબ ફાયદો થશે. નવી પોલિસીથી પાવર કોસ્ટ (Power cost) લગભગ 4.5 રૂપિયાની આસપાસ આવશે. હાલ ઉદ્યોગોને આઠ રૂપિયા પ્રતિ યુનિટ લેખે વીજળી (Electricity) આપવામાં આવી રહી છે. આ પોલિસીને કારણે ઉત્પાદન ખર્ચ (Electricity production cost) ઓછો આવશે.
સીએમ વિજય રૂપાણીએ આજે પ્રેસકોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં નવી સોલાર પાવર પોલિસી 2020ની જાહેરાત કરાઈ છે. સોલાર પાવર પોલિસી આગામી 5 વર્ષની રહેશે. આ પોલિસીથી ઉદ્યોગોમાં પાવર કોસ્ટ નીચે આવશે. સીએમે વધુમાં જણાવ્યું કે, નવી નીતિથી સૌરઊર્જાનો દર ઘટશે. અત્યારે રૂ.8 પ્રતિ યુનિટ ઉદ્યોગોને પાવર મળે છે. મેડ ઈન ગુજરાત વિશ્વમાં છવાઈ જશે. દેશની પ્રથમ ઓપન સોલાર પોલિસી હશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો