તાજેતરમાં દિવાળી તહેવાર પર સમગ્ર ગુજરાતમાં રજૂ થયેલી પારિવારિક ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' એ અનેક રેકોર્ડ બ્રેક કર્યા છે. કોરોના ના લાંબા સમય પછી પહેલીવાર સિનેમા ઘરોમાં દર્શકોની મોટી ભીડ જામી છે.
ગુજરાતી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' બહુ વખણાય કારણ કે, પરિવાર સાથે જોવા લાયક ફિલ્મ છે, તેનું સુમધુર ગીત-સંગીત, એક એકથી ચડિયાતા સંવાદ, લોકેશન, વાર્તા, સસ્પેન્સ સ્ટોરી, કલાકારો, અભિનય, કોરિયોગ્રાફી એ દરેક બાબતે ગુજરાતી દર્શકોને ભારે ઘેલું લગાડ્યું છે.
કંડોલિયા ફિલ્મ્સ બેનર તળે બનેલી ફિલ્મ 'હવે ક્યારે મળીશું' સફળતાનો ગ્રાફ વટાવી ગઈ છે. મોટાભાગના સિનેમા ઘરમાં હોઉસ ફૂલ શો જઈ રહ્યા છે. ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા અને ખુશ્બુ શાહે એક સફળ ફિલ્મ આપવામાં કોઈ કસર છોડી નથી, કર્ણપ્રિય ગીત સંગીત, ખ્યાતનામ ગુજરાતી ગાયક જીજ્ઞેશ બારોટ અને રાજદિપ બારોટનો અવાજ અને અભિનય રંગ લાવ્યો છે. બીજી બાજુ લોકપ્રિય અભિનેત્રી પ્રિનલ ઓબેરોય અને શ્રેયા દવે એ જાજરમાન અભિનયના કામણ પાથર્યા છે. જ્યારે વિલન બનેલા પ્રેમ કંડોલિયા એ તો જાનદાર અભિનય આપ્યો છે
ફિલ્મના એક એક સીન અને સંગીતે દર્શકોને આફરીન આફરીન કરી દીધા છે.
"મારા મલકના મેના રાણી ધીમા ધીમા હાલો રે.." ગીત એ તો ચાંદી ચાંદી કરી છે. ફિલ્મના દિગ્દર્શક હર્ષદ કંડોલિયા અને ક્રિએટિવ દિગ્દર્શક ભાવેશ ગોરસિયા અને અનમોલ શાહ છે. ફિલ્મના સુમધુર ગીત રાહુલ વેગડ લખ્યા. સંગીતકાર મનોજ વિમલથી ચાર ચાંદ લાગ્યા છે.
એક બીજી રીતે જોવા જઈએ તો અર્બન અને રૂલરના ભાગલા પાડનાર ને 'હવે ક્યારે મળીશું' ફિલ્મ જડબાતોડ જવાબ છે...!
આ ફિલ્મ માત્ર સિંગલ સિનેમામાં જ ચાલી તેવું નથી, મલ્ટીપ્લેક્ષમાં પણ આ ફિલ્મમાં લોકો એ ભીડ જમાવી છે અને વખાણી છે. આ ફિલ્મ પરિવાર સાથે જોવી રહી. તેવો ફિલ્મ રસિકોનો મત પ્રવર્તી રહ્યો છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો