BREAKING

શા માટે પિતા નિષ્ઠુર બની અને બે માસુમ સંતાનો સાથે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો.

ભાવનગરના વરતેજ તાબેના નવાગામમાં આજે એક પિતાએ નિષ્ઠુર  બનીને પોતાના અઢીવર્ષ ના પુત્ર  અને ચાર વર્ષની પુત્રીને ગળે ફાંસો આપી પોતે પણ ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી ગઇ છે.
ભાવનગરમાં થોડાક સમય પહેલા એક જ પરિવારમાં ચાર સભ્યોના સામુહિક આપઘાતની શાહી હજુ સુકાઈ પણ  નથી ત્યાં આજે ફરી એકવાર પિતા પુત્ર અને પુત્રી સામુહિક આત્મહત્યા ની ઘટના બની છે. સમગ્ર બનાવની  મળેલી માહિતી મુજબ મૂળ કરદેજના ના અને હાલ નવાગામ રહેતા  લાલજીભાઈ નાગજીભાઈ ચૌહાણ નામના 32 વર્ષીય ટ્રક ડ્રાઇવર એ આજે પોતાના અઢી વર્ષના માશૂમ પુત્ર માનવ અને ચાર વર્ષની પુત્રી પ્રતીક્ષા  બને ને ગળેફાંસો આપી પોતે પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર બનાવ બપોરે 4  વાગ્યા ની આજુ બાજુ બની હતી પરંતુ પડોશી ને રાતે 8 વાગ્યા ખબર પડતા પોલીસ ને જાણ કરી હતી બનાવ બનતા લોકો માં અરેરાટી વ્યાપી ગઇ હતી. સમગ્ર બનાવ માં તેમની પત્ની પિયરે રિસામણે હતી તેવી આજુબાજુ ના લોકો નું કહેવુ છે. ઘટના સ્થળે પોલીસ અને મામલતદાર નો કાફલો પહોંચ્યો.

અહેવાલ-વિપુલ બારડ, તસ્વીર-શૈલેષ રાવળ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો