ભાવનગર
ગુજરાત સરકારશ્રીના અંદાજપત્ર વર્ષ ૨૦૨૦-૨૧માં નવી બાબતમાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતની સ્પોર્ટ્સ પર્સન એમ્પ્લોયમેન્ટ ગાઇડન્સ એન્ડ એડવાઇઝરી સેન્ટર યોજના મંજૂર થયેલ છે. આ લાભ ગુજરાતના વિજેતા ખેલાડીઓ, રમતવીરોને મળે તે હેતુથી જિલ્લા રમત ગમત અધિકારી ભાવનગર શહેર/ગ્રામ્ય કચેરી દ્વારા ભાવનગર જિલ્લાના ૧૮ થી ૩૦ વર્ષના ખેલાડીઓ, રમતવીરો જે રાજ્ય, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પદક વિજેતા થયેલ હોય અને હાલ રોજગારી મળેલ ના હોય અને રોજગાર મેળવવા માંગતા હોય તેવા ખેલાડીઓએ માર્ગદર્શન પૂરું પાડવાના હેતુસર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજન થયેલ છે. જેમાં ખેલાડીઓનો ડેટાબેઝ તૈયાર કરવાનો હોય તેમજ સંસ્થાઓ તથા રાષ્ટ્રીયકૃત બેંકો, ઇન્ડસ્ટ્રીઝ, પ્રાઈવેટ, પબ્લીક સેક્ટરમાં સ્પોર્ટ્સ કોટામાં ભરતીની જાહેરાતો આવે ત્યારે અધ્યતન માહિતી આપના સુધી પહોચી શકે તે હેતુસર નિયત નમૂના મુજબનું ફોર્મ ભરવું જરૂરી હોય જેથી ફોર્મ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, બહુમાળી ભવન, એનેક્ષી બિલ્ડીંગ ખાતેથી તા.૧૪/૦૯/૨૦૨૦ સુધીમાં મેળવી પરત કરવાનું રહેશે. ફોર્મ કચેરીના બ્લોગ એડ્રેસ- dsosportsbvr.blogspot.com પરથી પણ મેળવી શકાશે.
માહિતી એકત્રિત કરવા માટે વિવિધ રમતો, એસોસીએશન તથા સ્પોર્ટ્સ સાથે સંકળાયેલ સંસ્થાઓ દ્વારા પણ માહિતી ઉપલભ્ધ કરી જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીને મોકલી શકશે. તેમ જિલ્લા રમત ગમત કચેરી, ભાવનગર દ્વારા જણાવાયુ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો