BREAKING

ભાવનગરના યુવાનોને એરફોર્સમા જોડાવાની ઉત્તમ તક

 એરફોર્સમાં ગ્રુપ-વાય (નોન ટેકનીકલ) ટ્રેડ, ઓટોમોબાઈલ ટેકનીશીયન, ઇન્ડિયન એરફોર્સ (પોલીસ), ઇન્ડિયન એરફોર્સ (સિક્યુરીટી) અને મ્યુઝિશયન ટ્રેડ સિવાયની જગ્યા માટે ધો.૧૨ અને સમકક્ષ ૫૦% સાથે અને અંગ્રેજી વિષયમાં ૫૦ માર્કસ સાથે પાસ, તા.૧૭/૦૧/૨૦૦૦ થી તા.૩૦/૧૨/૨૦૦૩ વચ્ચે જન્મેલા અપરણિત પુરુષ ઉમેદવારો માટે એરફોર્સ ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. સૌ પ્રથમ શારીરિક કસોટી લેવાશે તેમાં સફળ થનારને આગળની ભરતી પ્રક્રિયામાં હાજર રહેવાનું રહેશે. લેખિત પરીક્ષા હેતુલક્ષી પ્રકારની અંગ્રેજી/હિન્દી માધ્યમમાં લેવાશે. જાહેરાત ઇન્ડિયન એરફોર્સની વેબસાઈટ www.airmenselection.cdac.in પર ઉપલબ્ધ છે તેમજ તા.૧૦/૦૯/૨૦૨૦ સુધી ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંત અત્રેની કચેરીનાં ફેસબુક પેજ “મદદનીશ નિયામક રોજગાર – ભાવનગર“ નો સંપર્ક સાધવા મદદનીશ નિયામક(રોજગાર), ભાવનગર દ્વારા જાણાવાયુ છે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો