BREAKING

ભાલ વિસ્તારમાં પાંચ કાળીયારના મૃતદેહ મળ્યા, કેમિકલ વાળું પાણી પીવાથી મોત ની આશંકા.




તસ્વીર સૌજન્ય-પાર્થ મજેઠીયા

ભાવનગરનજીક કાળાતળાવ ભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક આવેલી “અર્ચિત ઓર્ગનોસીસ” નામનીકેમિકલ કંપનીની પાછળના ભાગે આજે સવારે ૧૦ વાગ્યા આસપાસ ના સમયે પાંચ જેટલા કાળીયારના મૃતદેહ મળી આવ્યા હતા.આ બનાવના પગલે વનવિભાગ-એફ.એસ.એલ અને જીપીસીબી ના અધિકારીઓત્યાં દોડી ગયા હતા અને તમામ કાળીયાર ને લાશને પીએમ માટે મોકલી તેમજ પાણી તેમજ અન્યસેમ્પલો લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કાળાતળાવભાલ વિસ્તારના નર્મદ ગામ નજીક આવેલી “અર્ચિત ઓર્ગનોસીસ” નામની કેમિકલ કંપનીનીપાછળના ભાગે આજે સવારે ૧૦ વાગ્યા આસપાસ ના સમયે પાંચ જેટલા કાળીયાર ના મૃતદેહ મળીઆવ્યા હતા.આ બનાવ અંગે સ્થાનિકો દ્વારા વનવિભાગના અધિકારીઓ ને જાણ કરતા તેઓ ત્યાંદોડી ગયા હતા અને આ કાળીયાર ના મોત કેમિકલ યુક્ત પાણી પીવાથી થયા હોય તેમ જણાતા તેમજ ટીટોડીના મોત પણ નીપજ્યા હોય જેથી આ બનાવ અંગે જીપીસીબી ના અધિકારીઓઅને એફ.એસ.એલ ને જાણ કરતા તમામ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને જ્યાંફેક્ટરી નજીક ભરેલા પાણી ના સેમ્પલો લેવામાં આવ્યા હતા તેમજ ઘટના સ્થળે થી કાળીયાર ના મોત બાદ તેમના મોઢા માંથી નીકળેલી પ્રવાહી ના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા.જયારે તમામ કાળીયાર ને પીએમ માટેવિક્ટોરિયા પાર્ક એનિમલ કેર ખાતે ખસેડવામાં આવ્યા હતા.

કેમિકલયુક્ત પાણી ના કારણે કાળીયાર અને ટીટોડી ના મોત ના પગલે જીપીસીબી બોર્ડ નાઅધિકારીઓ દ્વારા પણ કંપની ની બહાર ખાડાઓ માં ભરાયેલા પાણી તેમજ કંપની માંથી જરૂરી પાણી ના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તેને તપાસ માં મોકલી આપવામાં આવશે અને રીપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.
 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો