તસ્વીર-અજય બુધેલીયા-ભાવનગર
ભાવનગર
ચારણ સમાજના દેવી અને સમગ્ર હિંદુ સમાજના આસ્થાસ્વરૂપ આઈ મોગલ માં વિષે થોડા દિવસો પહેલા સોશ્યલ મીડિયામાં અભદ્ર ભાષામાં કોઈઅસામાજિક તત્વો દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવતા સમગ્ર ચારણ સમાજ સહીત હિંદુસમાજની લાગણી દુભાઈ છે ત્યારે આજે ચારણ સમાજ દ્વારા મોટી સંખ્યામાં એકઠા થઈ અનેકલેકટરને આવેદનપત્ર પાઠવી અને આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલા ભરવા માટે માંગકરવામાં આવી છે.
થોડાદિવસો પહેલા ફેસબુકનાં માધ્યમથીચાલતાં એક ગ્રુપમાં ગઢવી સમાજના દેવીસ અને અસંખ્ય સમાજના માતાજી આઈ મોગલ માં વિરુદ્ધકેટલાંક લોકો દ્વારા માતાજી વિશે એલફેલ,અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર વિશ્વમાં વસતાચરણ-ગઢવી સમાજના તેમજ માતાજીને પૂજતા આઈ ભક્તો સહીત સમગ્ર હિંદુ સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી છે, હિંદુસમાજની આસ્થાની દેવી એવી માં મોગલ વિષે આવી ટીપ્પણી થીભક્તોની લાગણી દુભાતા ઠેર ઠેર આવા ઇસમો સામે કડક કાર્યવાહી કરવા માટે રેલીઓ, આવેદનપત્રસહિતના કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે આજે ભાવનગર જીલ્લા ચારણ-ગઢવી સમાજ તેમજક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આગેવાનો સહીતના મોટી સંખ્યામાં ભક્તો એકઠા થઈ અનેચારણ બોર્ડીંગ થી રેલી યોજી અને કલેકટર કચેરી પહોચી અને અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવીઆવા ઇસમોની તાકીદે ધરપકડ કરવામાં આવે તેમજ તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવેજેથી ભવિષ્યમાં આવા ઇસમો કોઈની ધાર્મિક ભાવનાઓ સાથે ખિલવાડ કરે નહિ.
સાથે સાથે ચારણ-ગઢવી સમાજ દ્વારા એવી ચીમકીઉચ્ચારવામાં આવી છે કે જો આગામી ૧૯ તારીખ સુધીમાં આ ઇસમો નહિ ઝડપાય તો આગામીદિવસોમાં ગુજરાત બંધનું એલાન આપવામાં આવશે, અને આ બંધ ને ક્ષત્રિય સમાજ દ્વારા પણટેકો આપવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો