BREAKING

મહુવામાં કોંગ્રેસ દ્વારા વિશ્વાસઘાત દિવસ ઉજવવામાં આવ્યો.

બ્રેકીંગ-શિશુવિહાર વિસ્તારમાં મકાનની ગેલેરી ધડાકાભેર તૂટી.....જુવો વીડિયો

.......................................................

જુવો દેશી એસી.....અહીં ક્લિક કરો




સૌજન્ય-પ્રહલાદસિંહ રાઠોડ.મહુવા

મોદી સરકારને ચાર વર્ષ પુરા થયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા આ દિવસને વિશ્વાસઘાત દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, સમગ્ર દેશના રેલી ધરણાં સહિતના વિરોધ પ્રદર્શન કાર્યક્રમો થાઓ રહ્યા છે ત્યારે આજે મહુવામાં પણ કોંગ્રેસ દ્વારા વિશ્વાસઘાત દિવસ ની ઉજવણીના ભાગ રૂપે રેલી યોજવામાં આવી હતી.

આજે  કેન્દ્રની મોદી સરકારે 4 વર્ષ પુરા કર્યા છે. આ પ્રસંગે એક તરફ બીજેપી 4 વર્ષની સિદ્ધિઓ ગણાવીને તેની ઉજવણી કરી રહી છે. તો બીજી તરફ મુખ્ય વિપક્ષ એવી કોંગ્રેસ આ દિવસને 'વિશ્વાસઘાત દિવસ' તરીકે ઉજવી રહી છે. આજે સમગ્ર દેશમાં કોંગ્રેસ દ્વારા રેલી ધારણા પ્રદર્શન સહિતના કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે ત્યારે ભાવનગર ના મહુવા માં આજે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી, રેલીમાં કોંગ્રેસના આગેવનો કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન ના ભાગ રૂપે બેનરો, સૂત્રોચ્ચાર કરી મોદી સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું,જયરે સતત વધી રહેલા પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કરતા કોંગ્રેસ માં કાર્યકરો દ્વારા બાઇક અને સ્કૂટર ને બંધ કરી હાથ થી બાઇકો દોરી, કાર જેવા વાહનો ને ઊંટગાડી પાછળ બાંધી ને રોડ પર ફેરવી વિરોધ કર્યો હતો, કોંગ્રેસના આગેવાનો એ જણાવ્યું હતું કે જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પેટ્રોલ ડીઝલના ભાવ ઘટી ગયા છે તેમ છતાં મોદી સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ ને દિવસે ને દિવસે મોંઘુ કરવામાં આવી રહ્યું છે. આમ જનતા ની પાયાની જરુતિયતોના સતત ભાવો નો વધારો કરી આમ જનતા કમર તોડી નાખી છે. ચૂંટણી સમયે મોટા મોટા વાયદાઓ કરી આજે એક લન વાયદો પૂરો નહીં કરી મોદી સરકારે લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો