તસવીર સૌજન્ય-પાર્થ મજેઠીયા
ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલા એક બરફના કારખાના માં એમોનીયા ગેસ ની પાઈપલાઈન માંથી ગેસ લીકેજ થવા પામ્યો હતો.આ ગેસ હવામાં પ્રસરી જતા લોકો ને શ્વાસ લેવામાં ભારે પરેશાની થવા પામી હતી તેમજ આંખોમાં બળતરા થતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.આ બનાવની જાણ ફાયર સેફટી વિભાગ ને કરવામાં આવતા તેઓ ત્યાં દોડી ગયા હતા અને હાલ પાણી નો મારો ચલાવી એમોનીયા ની અસર ને ઓછી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ભાવનગરના નવાપરા વિસ્તારમાં આવેલા સુરેશભાઈ મળી ની માલિકી ના એક બરફના કારખાનામાં આજે બપોરે એમોનીયા ગેસની પાઈપલાઈન તૂટી જતા ગેસ લીકેજ થયો હતો.જે સાંજના સમયે વાતાવરણ ઠંડુ બની જતા હવામાં નીચે જ પ્રસરી ગયો હતો.જેના કારણે લોકોને શ્વાસ લેવામાં ભારે તકલીફ નો સામનો કરવો પાડી રહ્યો હતો તેમજ આંખોમાં બળતરા ઉપડતા લોકો પરેશાન થઇ ઉઠ્યા હતા.આ બનાવની જાણ ફાયર સેફટી વિભાગ ને કરવામાં આવતા તેના અધિકારીઓ સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને પાણી નો મારો ચલાવી એમોનીયા ની અસર ને ઓછી કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો