BREAKING

કારડીયા રાજપૂત સમાજનું મહાસેસંમેલન યોજાયું.




ભાવનગરના બુધેલ ના સરપંચ દાનસંગ મોરી અને તેના પરિવાર પર સત્તા ના જોરે ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતું વાઘાણી દ્વારા ખોટા કેસ કરી ફસાવી દેવાના આક્ષેપ સાથે ગુજરાતનો રાજપૂત સમાજ રોષે ભરાયો છે.જેને લઈને ભાવનગર ખાતે ગુજરાતભર માંથી રાજપૂતો મોટી સંખ્યામાં મહાસંમેલન આવી પહોચ્યા હતા.ગુજરાત ની સાત થી વધારે બેઠકો પર રાજકીય સમીકરણો રચનાર રાજપૂત સમાજ હાલ જીતું વાઘાણી ના રાજીનામાં ની માંગ કરી રહ્યો છે .

આગામી વિધાનસભા ની ચુંટણી પૂર્વે અનેક સમાજ ના લોકો ના રોષ નો સામનો કરી રહેલા ભાજપ ને ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતું વાઘાણી ના કારણે વધુ એક સમાજના રોષ નો ભોગ બનવું પડી રહ્યું છે .બુધેલ ના સરપંચ સામે રાગદ્વેષ રાખી પોતાની સત્તાના જોરે દાદાગીરી દાખવી રાજકીય કારકિર્દી ખત્મ કરવાની પેરવી થઈ રહી હોવાના આક્ષેપ સાથે રાજપૂત સમાજ ભારે નારાજ અને રોષે ભરાયો છે.રાજપૂત સમાજના લોકો સામે આવી તાનાશાહી રાખતા નેતા ને સબક શીખવવા ભાવનગર ઓમ પાર્ટી પ્લોટ ખાતે રાજપૂત સમાજના લોકો નું એક મહાસંમેલન યોજાયું હતું..જેમાં ગુજરાત માંથી રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં આવી પહોચ્યા હતા.મહાસંમેલન માં ઉપસ્થિત સમાજના લોકો માં ભારે જોમ જોવા મળ્યું રહ્યું હતું.જય ભવાનીના નારા સાથે રાજપૂત સમાજના લોકો સમાજના દુશ્મન સામે લડી લેવાના મૂડ માં જણાતા હતા..બીલખા થી આવેલી રાજપૂત સમાજના યુવકો દ્વારા તલવાર રાસ રજુ કરવામાં આવ્યો હતો.જેમાં પણ દેખાતું જોમ સમાજની એકતા દર્શાવતું હતું.જયારે સમાજના અગ્રણી દ્વારા દાનસંગ મોરી ના મામલે તેમજ ભવિષ્યમાં આવી કોઈ સ્થિતિ નું નિર્માણ ના થાય તે માટે એકજુથ થઇ સમાજ માટે લડી લેવા ની તૈયારી બતાવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો