BREAKING

વિભાવરીબેનદવે ના હસ્તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ નું લોકાર્પણ





ભાવનગર બ્યુરો.
તા.૧૪.૧૦.૧૭
ભાવનગર જીલ્લા માં રમતવીરોને પ્રોત્સાહન મળી રહે તે માટે ભાવનગર જીલ્લમાં સપોર્ટ કોમ્પ્લેશ સહિતની સુવિધાઓની ઘણા લાંબા સમયની માગ હતી જે માંગને લઈને ભાવનગર ના સીદસર નજીક સપોર્ટ કોમ્પલક્ષ અને સપોર્ટ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં નવનિર્મિત અધ્યતન સુવિધા સાથેના સપોર્ટ ગર્લ્સ એ બોયઝહોસ્ટેલનું આજે સંસદીય સચિવ વિભાવરીબેન દવેના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.

આમ તો ભાવનગર રજવાડાના સમયથી જ રમતગમત ક્ષેત્રે ખુબજ આગળ પડતું રહ્યું છે, રાજવીઓ દ્વારા ભાવનગર ના રમતવીરોને પ્રોત્સાહન મળી રહે તે માટે શહેરમાં અનેક અખાડાઓ કરવામાં આવ્યા હતા જેમાંથી આજે પણ ઘણા આખાડા કાર્યરત છે ને રમતવીરો તેનો લાભ લઇ રહ્યા છે, ત્યારે ભાવનગરમાં હાલના સમયમાં રમતવીરોને પ્રોત્સાહન મળી રહે તે માટે આધુનિક સંપૂર્ણ સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષની તાતી જરૂરિયાત હતી, હાલ ભાવનગરના ખેલાડીઓ ઇન્ટરનેશનલ કક્ષાએ અનેક મેડલો પ્રાપ્ત કર્યા છે.ત્યારે આવા રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડવા માટે સીદસર રોડ પર આવેલ જુના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષને તોડીને તેની સ્થાને નવું આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્પોર્ટ્સ હોસ્ટેલ નું નિર્માણ અંદાજીત 75 કરોડના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. મોટાભાગની રમતો નો સમાવેશ કરવા આવ્યો છે, ત્યારે આધુનિક સુવિધા સમ્પન ૧૮૦ બોયઝ રમતવીર અને ૧૮૦ ગર્લ્સ રમતવીર રહી શકે તેવી હોસ્ટેલ નું આજે સંસદીય સચિવ વિભાવરીબેન દવેના હસ્તે કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં ભાવનગર ના મેયર, સંસદ તેમજ ગુજરાત સપોર્ટ ઓથોરીટીના સચિવ,ભાવનગરના રમતવીરો સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો