BREAKING

આશા વર્કર બહેનોએ સાંસદની ગાડી રોકી કર્યો વિરોધ.





ભાવનગર બ્યુરો

ભાવનગરમાં આશાવર્કર બહેનો સમાન કામ સમાન વેતન ની માંગ સાથે છેલ્લા ઘણા દિવસોથી આંદોલન-ધરણા-પ્રદર્શન-કરી રહી છે .પરંતુ તેમની માંગો સરકાર ને ધ્યાને નથી આવતી જેથી હાલ આશાવર્કર બહેનો કાર્યક્રમો માં આવતા વિવિધ નેતાઓની કાર નો ઘેરાવ કરી તેમને રજૂઆત કરી ન્યાય માંગી રહ્યા છે .તેમજ સુત્રોચ્ચાર કરી શોષણ કરતી સરકાર સામે તેનો વિરોધ પણ નોંધાવી રહ્યા છે .

ભાવનગર માં છેલ્લા ઘણા સમયથી આશાવર્કર બહેનો સમાન કામ સમાન વેતન ની માંગ સાથે આંદોલન-ધરણા-પ્રદર્શન કરી રહી છે .પરંતુ આ સરકાર તેની કોઈ વાત ધ્યાને લેતી નથી.પરંતુ આશા વર્કર બહેનો કોઈપણ સંજોગોમાં તેનો હક્ક મેળવી ને જ રહેશે તેવી માંગ સાથે આંદોલન પર અડગ રહી વિરોધ પ્રદર્શન કરી રહી છે .ભાવનગર માં આવતા જતા  નેતાઓ ની કાર નો પણ ઘેરાવ કરી તેમની પાસે રજૂઆત કરી રહ્યા છે . અગાઉ જીતું વાઘાણી નો કાર નો ઘેરાવ કર્યા બાદ આજે સર્કીટ હાઉસ ખાતે આવેલા સાંસદ ભારતીબેન શિયાળ ની કાર ને રોકી તેનો ઘેરાવ કરી તેમની પાસે તેમની માંગો અંગે રજૂઆત કરી હતી જેમાં ભારતીબેન શિયાળ દ્વારા પણ રજૂઆત કરવાની મૌખિક ખાતરી આપી હતી જો કે આવા આશ્વાસન થી થાકી ગયેલી આશાવર્કર બહેનો એ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો