સૌજન્ય- હેમંત ડાભી
વલ્લભીપુર માં થયેલ સ્ત્રી કર્લાક નાં અપહરણ અંગે આરોપી ઝડપી ને ભોગબનનાર સ્ત્રી ને શોધી મુકત કરાવતી વલ્લભીપુર પોલીસ
ગઇ તાઃ ૨૮/૭/૨૦૧૭ ના રોજ ટી.ડી.ઓ ઓફીસ નાં કલાર્ક નાં અપહરણ બાબતે નો ગંભીર બનાવ બનેલ હોય જે ભોગબનનાર અને આરોપી શોધવા માટે સુચના આપી હોય જે અન્વયે વલ્લભીપુર પો.સ્ટે. નાં PSI ટી.એસ. રીઝવી ને બાતમીરાહે હકીકત મળેલ કે રાણપુર તરફ થી પાળીયાદ તરફ વેગેનાર સફેદ કલર ની કાર મા આરોપી ઓ જઇ રહેલ છે જે હકીકત આધારે પાળીયાદ ના પી.એસ.આઇ વાય.બી રાણા ને જાણ કરેલી અને સંયુકત ઓપરેશન દ્રારા આરોપી ધનશ્યામભાઇ નાથાભાઇ જાદવરા રહે. બોટાદ એ ફીલ્મી ઢબે વેગેનાર ભગાડી નાસી જવાનો પ્રયત્ન કરેલ પણ સફળ થયેલ નહી અને રાણપુર નજીક ઝડપાયી ગયેલ જેને ભોગબનનાર બાબતે પુછપરછ કરતા આરોપી જયસુખ એ ભોગબનનાર ને હાલે હડમતીયા ગામે જેસીંગભાઇ રામજીભાઇ કોળી નાં ધરે રાખેલ હોય જે હકીકત આધારે PSI રીઝવી તથા પો.કોન્સ. ભગવાનભાઇ સાંબડ , મહેન્દ્રસિંહ ગોહીલ તથા અમીતભાઇ મકવાણા એ તપાસ કરતા ભોગબનનાર ને હડમતીયા ગામે થી મુકત કરાવેલ છે. અને અન્ય આરોપી જયસુખ ધનશ્યામભાઇ નાસી ગયેલ છે. જે ભોગબનનાર આશાબેન ને વલ્લભીપુર પોલીસે મુકત કરાવેલ છે અને આરોપીને ધનશ્યામભાઇ નાથાભાઇ જાદવરા ધોરણસર અટક કરેલ છે.
વલ્લભીપુર માં અપહરણ થયેલ મહિલા ક્લાર્ક ને પોલીસે મુક્ત કરાવી આરોપીની ધરપકડ કરી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો