ભાવનગર ના કાળાતળાવ ગામ નજીક આવેલ નિર્માણ ફેકટરીમાં ઓઈલ ટેંક શિફ્ટકરી રહ્યા હતા ત્યારે અચાનક જ ટેંક માં બ્લાસ્ટ થતા ત્યાં કામ કરી રહેલ બે મજુર ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજયા હતા જ્યારે અન્ય એક મજુરને ગંભીર ઈજા થતા સારવાર માટે ભાવનગર ની સીર ટી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
વી.ઓ-૧
ભાવનગર અમદાવાદ શોર્ટ રૂટ પર આવેલ કાળાતળાવ નજીકની નીરમાં ફેકટરીના પ્લાન્ટ ના વિસ્તૃતિકરણ ની કામગીરી ચાલી રહી હતી જે દરમિયાન એક લાઈટ ડીઝલ ટેંક ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ ખસેડવાની કામગીરી કરવામાં આવી હારી હતી તે દરમિયાન આ ટેંક ને ક્રેન દ્વારા ઉતારીને તેની જગ્યા પર ફીટીંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ આ ટેન્કમાં કોઈ કારણસર ધડાકાભેર બ્લાસ્ટ થયો હતો, બ્લાસ્ટ ના કારણે ત્યાં કામ કરી રહેલા બિહાર ના વતની ૨૮ વર્ષીય શંભુકુમાર સિંઘ અને ઝારખંડ નો વતની૩૦ વર્ષીય અખિલેશ પ્રજાપતિ ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ઉમેશકુમાર નામના એક મજુર ને પગમાં ફેકચર થતા તેને ફેક્ટરી ની જ એમ્બ્યુલન્સ માં ભાવનગર ની સર ટી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ ઘટના ની જાન તંત્ર ને થતા જ પ્રાંત અધિકારી તેમજ વેળાવદર પોલીસ ના અધિકારીઓ ઘટના સ્થળ પર આવી પહોચ્યા હતા અને પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો