BREAKING

લોકો ની સુવિધા માટે કલેક્ટર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો

પાંચસો અને હજારની ચલણી નોટો બંધ થયા બાદ જૂની નોટો ને બદલવા માટે ભાવનગર શહેર સહીત જીલ્લાભર માં લોકો ને ભારે હાડમારી નોઈ સામનો કરવો પડી રહ્યો હતો, સતત ત્રાજા દિવસે પ[અન લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા, અસંખ્ય પ્રશ્નો વચ્ચે લોકો પોતાના જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટેના નાણા લેવા માટે બેંકમાં નાં છુટકે ચાર ચાર કલાક લાઈનોમાં ઉભ રહેતા હતા,
વી.ઓ-૧
જો કે લોકોની સમસ્યાઓ અંગે વધી રહેલ ફરિયાદો અને મળતીયાઓને પહેલા નાણા આપી દેવાતી હોવાનું બુમરાણ વધી રહી હતી, લોકો ચાર ચાર કલાક સુધી લાઈનોમાં ઉભા રહ્યા બાદ નાણા ખૂટી જવા કે બેંક નો સમય પૂરો થઈ જવાથી તે વ્યક્તિને બીજા દિવસે ફરીવાર ચાર કલાક લાઈનમાં ઉભું રહેવું પડતું હતું, આ ઉપરાંત બેંકો દ્વારા લોકોના છાયડા માટે ની કે પીવાના પાણી ની કોઈ વ્યવસ્થા કરવામાં આવી ના હતી જેને લઈને લોકો ભારે પરેશાની નો સામનો કાર્ય રહ્યા હતા, જો કે આ સમગ્ર બાબતો જીલ્લા કલેક્ટરના ધ્યાને આવતા તેમને જીલ્લાના પદાધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી જીલ્લા કલેકટર દ્વારા જીલ્લાના મામલતદારો તમામ મામલતદારો, તેમજ પ્રાંત અધિકારીઓને બેન્કોની સ્થળ મુલાકાત લઈ ત્યાં લોકો ને પડતી હાલાકી અંગે તાકીદે નિરાકરણ લાવવા માટે સૂચનાઓ આપતા આજે મોટા ભાગની બેન્કોમાં લોકોના પીવાના પાણી વ્યવસ્થા કરી દેવામાં આવી છે, બેન્કોમાં લોકોના છાયડા માટે મંડપ નાખી દેવામાં આવ્યા છે તેમજ જરૂર પોલીસના અધિકારીઓને સુચના આપી દેવામાં આવી છે કે કોઈ પણ મળતિયા કે લાગવાગીયાને લાઈન બહાર બેંકમાં જવા દેવા નહી,
બાઈટ-હર્ષદ પટેલ-જીલ્લા કલેકટર ભાવનગર
વી.ઓ-૨
આ ઉપરાંત આ તમામ વ્યવસ્થા માટે જીલ્લાના પ્રાંત અધિકારીઓ તેમજ મામલતદારોને સતત બેંકો નું મોનીટરીંગ કરતુ રહેવું અને લોકોને જે કોઈ સમસ્યા હોય તો તે તાકીદે નિરાકરણ લાવી ના આદેશ આપી દેવામાં આવ્યા છે. તેમજ સીનીયર સિટીજન, મહિલાઓ અને વિકલાંગો માટે અલગ વ્યવસ્થા ઉભી કરવી અને વિકલાંગો તેમજ અશક્ત લોકોને બેસવાની વ્યવસ્થા રાખવાની પણ સુચના આપી દેવાઈ છે, આમ છતાં પણ જો કોઈ જગ્યા પર આવી સમસ્યા જોવા મળે તો જીલ્લાના લીડબેંક અધિકારી બેંકો સાથે કોઓર્ડીનેટમાં રહેતા હોય છે તેથી તેમનો લેન્ડ લાઈન નંબર ને હેલ્પ લાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. જો કેઈ નાગરિક આવી મુશ્કેલી થી પરેશાન હોય તો તે સીધા જ  હેલ્પલાઇન નમ્બર પર કોલ કરીને મદદ મેળવી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો