જુવો ગમખ્વાર અકસ્માત.....વીડિયો
-------------------------------------------------------------
ભાવનગર
ખેડૂતોએ જાત મહેનતે બનાવાયેલ બંધની મુલાકાત તા.25 મેના રોજ લઈ વીશાળ ખેડૂત સભા સંબોધશે
ભાવનગર જિલ્લાના બાડી પડવા ગામના ખેડૂતોને ટેકો આપવા અને સરકારની ગેરરીતી સામે લડવા માટે નવું જોમ હાર્દિક પટેલે આવી વિશાળ સભા થોડા દિવસો પહેલા જ મુલાકાત લીધી હતી. અને ફરી આ અઠવાડિયે મેથળા ગામે ખેડૂતો દ્વારા પોતાની જાત મહેનત વડે બંધારો બાંધવામાં આવ્યો છે. સરકાર ને અનેક રજુઆત કરવા છતાં ધ્યાન આપવામાં નહોતું આવ્યું અને અંતે ખેડૂતો એ એક થઈને બંધારો બાંધી દીધો હતો. ભાવનગર જિલ્લાના પાસ કન્વીનર નરેશ ડાખરા ની યાદીમાં જણાવામાં આવ્યું છે કે અહીં આ બંધારાની મુલાકાત માટે પાસ અનામત આંદોલન ના પ્રણેતા યુવા લડાયક પાટીદાર આંદોલનકારી ભાવનગર જિલ્લાની ફરી મુલાકાતે તા.૨૫ મેં ના રોજ સવારે ૧૦ વાગે આવી રહ્યા છે. અહીં મેથળા ગામે ખેડૂતોની વિશાળ સભા પણ સંબોધશે અને ખેડૂતોના આ ઉમદા કાર્યને બિરદાવી ને ખેડૂતોને સરકાર દવારા કરવામાં આવતા અન્યાય સામે કેવી રીતે લડત કરવી કેવી રીતે અડગ રહેવું તેનું માર્ગદર્શન આપશે.અને અહીંથી તેવો પીપાવાવ સભા સંબોધવા માટે જશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો