પ્રાથમિક શાળાઓમાં આગામી શૈક્ષણિક વર્ષે જુનિયર કે.જી.માં પ્રવેશ માટે વાલીઓને ખાસ ધ્યાન રાખવાનું રહેશે. 2021-22ના શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી. માં પ્રવેશ માટે જે બાળકોને 4 વર્ષ પૂર્ણ થયા હોય તેમને જ પ્રવેશ આપવાનો રહેશે.
શિક્ષણ વિભાગે ધોરણ-1 માં પ્રવેશ માટેની ઉંમર માં ફેરફાર કરતા અત્યારથી જ તેની અસર વર્તાશે. બાળક 4વર્ષ કરતાં નાનું હશે અને તેના નવા સત્રમાં જુનિયર કે.જી. માં પ્રવેશ આપવામાં આવશે તો બે વર્ષ પછી તે બાળક ધોરણ 1 માં આવશે ત્યારે તેની ઉંમર 6વર્ષ પૂર્ણ થઈ ન હોવાથી તેને પ્રવેશ મળશે નહીં સરકારના પરિપત્ર બાદ પણ વાલીઓમા તેની સમજણ ના હોવાથી તેઓ પોતાના બાળકોને નાની ઉંમરે પ્રવેશ અપાવી રહ્યા છે.
ધોરણ 1માં પ્રવેશ માટે 6 વર્ષના નિયમનો અમલ 2023-24થી કરવામાં આવશે જેથી નવા શૈક્ષણિક વર્ષમાં જુનિયર કે.જી.માં પ્રતાપ બાળકોના વાલીઓએ ખાસ તકેદારી રાખવી પડશે.